सीधे मुख्य सामग्री पर जाएं

Just shared

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari

બેસ્ટ પ્રેમ ની ગુજરાતી શાયરી / best prem ni gujrati shayari સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં તો પાંપણોનો માર્ગ પણ પથરાળો છે !! Tell the dream uses shoes, Here even the path of eyelashes is stony!! *"ગૂંગળામણ" નું કારણ ફક્ત ઓક્સિજન ની ઉણપ નહી...* *પણ,* *હૃદય મા દબાવેલી વાતો નો "સંગ્રહ" પણ હોય શકે* "Suffocation" is caused not only by lack of oxygen...* *But,* *Could also be a "collection" of things buried in the heart* તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે, અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે. You forgot the page to turn, Aghuri has survived because of the story. પ્રેમ માં પડવું નહિ એના કદી  છે બહુ અઘરું આ પિંજર છોડવું  Never fall in love It is very difficult to leave this cage  પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ If your skin is dark in love, it will work... But your destiny should be pure like Krishna મને નથી ખબર તારી પાસે શું જાદુ છે,  તારી સાથે બે-ઘડી વાતો કરીને જિંદગી ની હળવાશ જરૂર અનુભવુ...

"કંથા રણ મેં જાય કે ,પાછો ભાગીને તારું કુળ નો લજા kathi darbar history, history of rajputana

 "કંથા રણ મેં જાય કે ,પાછો ભાગીને તારું કુળ નો લજા
તારી ઝોળી આવે ત્રબકતી , તેમાં  મર્દો કેરી મજા"

Kathi Darbar history, Kathi rajput history
Kathi Darbar history


    
      જુના કાળે યુધ્ધધીંગાણે રણોન્મત યોધ્ધાઓ શત્રુઓ સાથે લડી બાખડી યુધ્ધકલા ના કૌવત દર્શાવતા અને ધર્મ,વટ,વચન,ટેક,ભુમી,ધન માટે પ્રાણોત્સર્ગ કરતા અચકાતા નહિ, યુધ્ધક્ષેત્ર માથી અનેક ઘા થી જેના શરીર વિંધાઇ ગયા હોઇ એવા ઘવાયેલ  મર્દો ને ધીંગાણા સ્થળ થી ઘરે લવાતા જોળી નો ઉપયોગ થતો,જેમા આ યુધ્ધજોળી તરીકે કાઠી દરબારો મા આ માટે શીંકુ નો ઉપયોગ થતો..

    વર્ષો પૂર્વે કાઠી દરબારો જાતવંત ઘોડીઓ માથે પાખર (સામાન) નાખી પાળ લઇ ગાઉના ગાઉ ધીંગણે જતા. આ ધીંગાણામાં ઘોડીઓ લઇને ઘેરથી નીકળતા. આ ઘોડીઓ પણ ભારે સમજદાર, ઘેરથી નીકળે ત્યારે ખોંખારી લે. પછી વાટમાં ક્યાંય નહીં. આવી તો શરમની ભરનારીયું. આ ઘોડીઓને એક ધારા ને એક હાર્યે પગ પડે તેવી કેળવણી અપાતી. ધીંગાણામાં પાળનો માણસ ઘવાય કે વીંધાય તો એને ત્યાં પડ્યો ન મૂક્તા, પણ શીંકે નાખીને ઘેર લઇ આવતા.


Rajputana history of kathiyawad
Royal rajputana history


   અચરજ પમાડે તેવું કાઠીદરબારોનું યુધ્ધ ધીંગાણાનું આ શીંકું છે. શીંકું હીરની દોરીનું હોય. માછલાં ઝાલવાની મોટી જાળ રોપડું. આમ તો ઝોળી જેવું. બે છેડે બે ઇંઢોણીઓ હોય. તેના ફરતી ઝાળ. તેમાં સાચી અટલસની ધડકલી (રજાઈ) કે રેશમી ધડકલી હોય. આ ધડકલીમાં રૂનો પોચો પોચો પૉલ મૂકી તેમાં ઘવાયેલા આદમીને સુવાડી શીંકે નાખી બે ઘોડિયુંના પાખરના જીનની મુંડકીમાં તેના છેડાની બેય ઇંઢોણીઓ ભરાવી દેવામાં આવતી. આવી ભલી તો એમની કરામત. પછી ડચકારો કરતાં અસવારો સાથેની બેય ઘોડિયું ગામભણી ઉપડતી. 

  શીંકા સહિત બેય ઘોડિયું એકધારી ચાલે ચાલી જાય. બેમાંથી એકેય ન મોર્ય જાય કે ન વાંહે રહે. શીંકે સૂતેલ આદમીને અણસારે ય ન આવે કે તે શીંકે સૂતો છે ! આ ઘોડીઓ તેને ઘર કોર્ય લઇ જાય ત્યારે શીંકામાં સૂતેલા આદમીના પેટનું પાણીએ ન હાલે. આજ તો હવે કાઠિયાવાડ આખું ફેંદો ને ગમે તેટલું નાણું ખર્ચો તોય તમને એ શીંકુ કે એને બનાવનાર કોઈનો પત્તો નહીં પડે. એ બધું કાળની કંદરામાં વિલીન થૈ ગ્યું.

 વિદ્વાન પુષ્કર ચંદરાવકરે પણ શીંકા અંગે ની વાત આણંદપર ભાડલા તાલુકદાર શ્રી રામબાપુ ખાચર અને કાંથડબાપુ ખાચર પાસેથી નોંધી હતી.

  ~ *કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન* 🔆

      *જય કાઠીયાવાડ*  🚩




"Kantha Ran mein jaye ke, Shame on your clan by running back

 Your bag is shaking, men are having fun in it.



 In the olden days, the victorious warriors fought with the enemies, showing the prowess of the Bakhdi martial art and did not hesitate to sacrifice their lives for religion, religion, promise, technology, land, wealth, and brought the wounded men whose bodies were pierced by many wounds from the battlefield home from the place of war.  Joli was used, in which shinku was used for this in the Kathi rajput as a war-joli.

 Years ago, the Kathi Darbar used to put pakhar (goods) on the mares and take them to the cattle scales.  They used to leave home with horses in this scale.  These mares are also very intelligent, they bark when they leave the house.  Then nowhere in the vat.  Shame on you.  These mares were trained to fall one leg at a time.  If a pet gets hurt or pierced in the barn, they don't leave it there, but take it home after sniffing it.

 This is the sneeze of war, the war of the Kathidarbars that is surprising.  The snare is made of diamond thread.  A large net for catching fish.  So like Zholi.  There are two rings at both ends.  its spinning net.  It has true atlas dhadkali (quilt) or silk dhadkali.  A pocho pocho pall of wool was placed in this dhakali and the wounded man was sneezed on the bed and the two holes of its ends were filled in the shins of two mare's legs.  If this is good, then it is their fate.  Then two mares with horsemen would take off from the village.  Two mares including Shinka walk in unison.  Neither of the two will die or fade away.  A person sleeping with a sneeze should not realize that he is sleeping with a sneeze!  When these mares take him home, they do not touch the stomach of the man who is sleeping in the chimney.  Today, if you search the whole of Kathiawar and spend any amount of money, you will never find a trace of the cone or the person who made it.  All that faded away in the throes of time.

 Scholar Pushkar Chandravakar also recorded the talk about Shinka from Anandpar Bhadla Talukdar Shri Rambapu Khachar and Kanthdbapu Khachar.

 ~ *Kathi Sanskritideep Sansthan* 🔆


 *Jai Kathiawad* 🚩

टिप्पणियाँ

लोकप्रिय पोस्ट